← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નજર મળતાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતું કોરું ગગન, પળમાં જ ભીંજાયું નજર મળતાં,
ઉદાસીનું ધવલ પાનું ય રંગાયું નજર મળતાં.

તમે બોલ્યાં નહીં, ને હું ય બોલ્યો ના, છતાં તોયે
હતું જે મૌન, તે હોઠે જ મલકાયું નજર મળતાં.

બળે બપ્પોર, ને લૂ વાય, ધરતી પણ તપી’તી ત્યાં,
તમારી આંખના વાદળ થકી ન્હાયું નજર મળતાં.

નહોતો ગોર, ના મંડપ, નહોતા સાત ફેરા પણ,
હૃદય આખું ધજા જેવું લહેરાયું નજર મળતાં.

પરાગે ફૂલની પાસે, ન કૈં માગ્યું, ન કૈં દીધું,
વસંતી વાયરા જેવું, સહજ વાયું નજર મળતાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પહેલીનજર #પ્રેમ #મૌન #શૃંગાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAtFirstSight #Romance #SilentLove #FirstGlance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાંખું થયુંઆગલો લેખ →તંબૂરો