નદી
રોજ નકશા દોરતો, ને પગ ઉપાડ્યો ના કદી,
એટલે પોચી પથારી પર જ વીતી આ સદી;
એક ડગલું તું ભરી જો, પ્રશ્નનાં છોડી વમળ,
તો સમંદર પણ પછી લાગે ઝરણ જેવી નદી.
– પરાગ રતનપરા
રોજ નકશા દોરતો, ને પગ ઉપાડ્યો ના કદી,
એટલે પોચી પથારી પર જ વીતી આ સદી;
એક ડગલું તું ભરી જો, પ્રશ્નનાં છોડી વમળ,
તો સમંદર પણ પછી લાગે ઝરણ જેવી નદી.
– પરાગ રતનપરા