નામ તારું
લખું જે ય અક્ષર, બને નામ તારું,
ફરું દેશ-પરદેશ, ત્યાં ગામ તારું.
ઘણી મયકદાઓ મળી રાહમાં, પણ
હજી પણ નશો છે, હતું જામ તારું.
ઘણાં તીર્થ જોયાં, ઘણાં ઘાટ ન્હાયો,
હૃદયમાં જ અંતે હતું ધામ તારું.
ઘડીભર ન ફુરસદ, સદા વ્યસ્ત છું હું,
જગત પૂછતું ‘શું?’, કહું: ‘કામ તારું.’
‘પરાગે’ સમર્પ્યું બધું આયખું, પણ
ન માગ્યું કદી એક પણ દામ તારું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #ભક્તિ #તારુંનામ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndDevotion #YourName #Surrender #Longing #ParagRatanpara