ના મનાય
આગમાં બળતાં ય મારાથી હસાયું, ના મનાય,
રાખમાંથી ગીત ઊઠી ત્યાં ગવાયું, ના મનાય.
જે ગલીમાં રોજ ઠોકર ખાઈને આવ્યો હતો,
એ ગલીમાં સાવ નિર્ભય થઈ ચલાયું, ના મનાય.
હાથ ધ્રૂજે, આંખ ઝાંખી, ને કલમ પણ જર્જરિત,
તોય છેલ્લું ગીત મારાથી લખાયું, ના મનાય.
ચૂંટણી જીત્યા પછી નેતા ગયા દિલ્હી ભણી,
ગામ આખું, ઘર, ગલી, સૌ ત્યાં ભુલાયું, ના મનાય!
ડાળથી છૂટી પરાગે વાયરે ઊડી, છતાં
ફૂલથી છૂટ્યા પછી પણ ના રડાયું, ના મનાય.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #સંઘર્ષ #વ્યંગ #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #SmileThroughPain #Satire #Courage #ParagRatanpara