← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરપીંછની કલમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોરપીંછની કલમ કરીને, જમનાજળની શાહી,
કાગળ લખું રે કાનુડા, તારે દ્વારે મોકલું રાહી.

પહેલી લીટી લખું ત્યાં તો આંસુ ટપકે ટપ,
અક્ષર બધા રેલાઈ જાય, ને કાગળ થાતો ચુપ;
ભીનો કાગળ વાંચીશ તું? કે ફેંકીશ દ્વારિકા માંહી?…
કાગળ લખું રે કાનુડા…

ગોકુળની ગાયો ભાંભરે, વાંસળી માગે ગોપ,
કદંબ ડાળે ઝૂલો સૂનો, જમના થઈ ગઈ લોપ;
તું રાજા, હું ગોવાલણ, તોય પ્રીત ન પૂછે ગવાહી…
કાગળ લખું રે કાનુડા…

પરાગ કહે: રાધા! કાગળ શું? શ્યામ તો તારે શ્વાસ,
દ્વારિકાએ દેહ ગયો, પણ મન તો તારી પાસ;
વાંસળીના સૂરે સૂરે એણે તારી જ ગાથા ગાઈ…
કાગળ લખું રે કાનુડા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઇચ્છાનું પતંગિયુંઆગલો લેખ →છોડે નહીં