← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરચે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત આખી જાગતા'તા એ જવાનો મોરચે,
આંખ સામે દુશ્મનોનાં છે નિશાનો મોરચે.

માવડીનો પત્ર, પત્નીની છબી ખિસ્સા મહીં,
એ જ છે એનો બધો મોંઘો ખજાનો મોરચે.

હિમ પડે, થીજી જવાતું હોય રાતે, તોય પણ
દેશનો ગાતો રહે ધીમો તરાનો મોરચે.

આભમાં ગરજે વિમાનો, વીજળી પણ થરથરે,
પાંખ ફેલાવી ભરે છે સૌ ઉડાનો મોરચે.

આ પરાગે દેશ માટે ગીત લખ્યાં કાગળે,
એ જ સાચો દેશનો, જે છે દિવાનો મોરચે.

– પરાગ રતનપરા

#ગઝલ #સૈનિક #દેશભક્તિ #સરહદ #બલિદાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Soldier #Patriotism #Border #Sacrifice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખોટો પડેઆગલો લેખ →યાદનું તળાવ