← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોંઘો માનવ દેહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોંઘો મળ્યો માનવ દેહ, મનવા, વેડફી ના નાખજે,
ચોરાશીના ફેરા ફરીને આવ્યો, હવે તો જાગજે…

ખાવું, પીવું, સૂવું, લડવું, પશુ પણ એ તો જાણે,
માણસ એ, જે પારકી પીડા પોતાના ખભે આણે;
પ્રેમનો દીવો કરી અંતરમાં, અંધારાં ભગાડજે…
મોંઘો મળ્યો…

કાયા તો છે ભાડાનું ઘર, શ્વાસ ગણેલા દીધા,
કોણ જાણે ક્યારે આવી ખાલી કરાવે સીધા;
ભાડું ભરજે ભજન-ભલાઈથી, ખોટું ન કાંઈ માગજે…
મોંઘો મળ્યો…

પરાગ કહે: આ ફૂલ ખીલ્યું તો ફોરમ દઈને જાજે,
કાંટો નહીં, તું ઝાકળ થઈને કોઈ પાંખડીએ સાજે;
માનવ થઈને માનવ થાવું, એ જ ધરમ તું પાળજે…
મોંઘો મળ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમન વેપારીઆગલો લેખ →છૂટા શેર ૯૪૬૬–૯૪૮૫