← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મંદિરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડ આખી દર્શનોની મોજ માણે મંદિરે,
બ્હાર બેઠો ઈશ ભૂખ્યો, કોણ જાણે મંદિરે?

આફતે દોડી જતા સૌ લોક ઈશ્વર પાસ, પણ
કોઈ ના આવે પછી સુખના ય ટાણે મંદિરે.

નામ આરસ પર લખાયું શેઠનું સોનાક્ષરે,
ભાવને નહિ, દાનને સૌ જણ વખાણે મંદિરે.

પાટિયું છે બારણે, ત્યાં ભાવ લખ્યા સ્પષ્ટ છે,
દર્શનો પણ થાય ટિકિટોના પ્રમાણે મંદિરે.

આ ‘પરાગે’ દ્વાર પર બેઠેલ જોયો એ જ ઈશ,
નામ પર જેના ભગત સૌ ઘંટ તાણે મંદિરે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મંદિર #ભક્તિ #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Temple #TrueDevotion #Humanity #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખત્રીસમો થાંભલોઆગલો લેખ →ઊંઘે મારો સાયબો