← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્ર, આવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીમાં એકલો છું, સાંજ ઢળતી, મિત્ર આવ,
ચા ય ઠંડી થાય છે ને યાદ બળતી, મિત્ર આવ.

દોડતી દુનિયા મહીં પણ એક ખૂણો છે હજી,
કાગળોની નાવ ત્યાં તો આજ મળતી, મિત્ર આવ.

બંગલો ને કાર, પૈસો, સૌ મળે છે રોજ પણ,
ક્યાં ખભો રડવા કને? આ રાત ગળતી, મિત્ર આવ.

‘ઠીક છું’ લખતો રહું છું ફોન પર સૌને સદા,
એક ચિંતા રાતદિન છે સાવ કળતી, મિત્ર આવ.

આ પરાગે બાગમાં ફોરમ ઘણી વેરી, છતાં,
એ સુગંધી હાસ્યમાં તારા જ ભળતી, મિત્ર આવ.

– પરાગ રતનપરા

#ગઝલ #મિત્રતા #ઉદાસી #એકલતા #ભાઈબંધી #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #Loneliness #NeedAShoulder #OldFriends #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફોરવર્ડઆગલો લેખ →રીસ