← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેંદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢોલ ગાજ્યો, ને સજેલા થાળમાં મેંદી હતી,
ગીત ગાતી સૌ સખીના તાલમાં મેંદી હતી;
આજ ધોળા વાળ દેખી આયનો હસતો હતો,
એ જ લાલી, એ જ હેતે, વાળમાં મેંદી હતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલગનગાળોઆગલો લેખ →ઝાડ ને પંખી