← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દથી જે ના થયું, એ સૌ લખાયું મૌનથી,
ને પ્રણયનું એક આખું ઘર રચાયું મૌનથી.

આંખ બોલી, ચૂપ હોઠો, હાથ ધ્રૂજ્યો સ્હેજ ત્યાં,
ને પછી આખું ય જીવન ત્યાં વણાયું મૌનથી.

ભીડમાં સૌ ચીસ પાડે, કોઈ પણ ના સાંભળે,
ને રુદન માનું બધાને ત્યાં સુણાયું મૌનથી.

બુદ્ધ બેઠા વૃક્ષ નીચે, ના કશું બોલ્યા કદી,
ને સકળ બ્રહ્માંડ એમાં ત્યાં સમાયું મૌનથી.

આ પરાગે પણ ગઝલના શબ્દ મૂકી દઈ પછી,
ફૂલની ખુશ્બૂ સરીખું સૌ ગવાયું મૌનથી.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #પ્રેમ #બુદ્ધ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #UnspokenLove #Buddha #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઋણમુક્તિઆગલો લેખ →શા માટે