← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનનો ઘાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ તો ખંજર સમા, પણ મૌન ઊંડો ઘાવ છે,
ઝાડ પર જાણે કુહાડીનો અચાનક દાવ છે;
ગાળ પણ વેઠી શકું, ને ચીસ પણ ઝીલી શકું,
પણ તમારું મૌન, જાણે આકરો એ તાવ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાતભરઆગલો લેખ →વડલો