મૌનમાં
હવે સાંભળું છું ભજન મૌનમાં,
નયન બંધ, ખૂલ્યું ગગન મૌનમાં.
ન ઝાલર, ન ઘંટા, ન તાળી કશે,
છતાં હોય છે સૌ નમન મૌનમાં.
નથી મા હવે, છો છબી ચૂપ છે,
હજી એ જ ઝીલું વચન મૌનમાં.
વિદાયે હસી દીકરી, પણ પછી
છુપાવ્યું પિતાએ રુદન મૌનમાં.
પરાગે ન બોલ્યો કશું ફૂલને,
ગયો મ્હેક દઈ, લઈ પવન મૌનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #અનાહત #અધ્યાત્મ #પિતાહૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #InnerSound #Sufi #UnspokenGrief #ParagRatanpara