← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌન છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જગત બોલકું, પણ ગલી મૌન છે,
અધૂરી, અબોલી, કળી મૌન છે.

ઘણા મંચ ગાજે, ઘણા ઢોલ પણ,
ખરો સંત, સાચો વલી મૌન છે.

હતી સાંજ, ઢોરો, વિહંગો ગયાં,
ઉદાસી બનીને ઢળી, મૌન છે.

હતા શબ્દ હોઠે, હતી વેદના,
રહી ભીતરે ને બળી, મૌન છે.

પરાગે ગઝલ બહુ લખી, ને પછી
ઝરણ સાગરે જઈ ભળી, મૌન છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #સંત #સાંજ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #WiseOnes #Dusk #SpiritualDepth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવાયરા ધીરા ધીરાઆગલો લેખ →જીત