← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મસીહા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવા ટાણે મસીહા એક ગામેગામ આવે છે,
દરદ સૌનાં મટાડે, એ દવા સાથે જ લાવે છે;
પછી તો રોગ ત્યાંનો ત્યાં, અને ગામો થયાં ખાલી,
મસીહા ત્યાં નગરમાં બંગલા મોટા બનાવે છે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઘડિયાળમાંઆગલો લેખ →પરબ