મને ગમે
મને ગમે છે ગામનો ઓટો, ઓટે બેઠા દાદા,
મને ગમે છે ખેતર-શેઢા, મોરલાના સાદા.
મને ગમે છે વહેલી સવારે વલોણાંનો ગીત-ગણગણાટ,
મને ગમે છે ચૂલે શેકાતા રોટલાનો ધીમો ચટકાટ;
મને ગમે છે આંબલી-પીપળી, ગમે ભરી ભરી બપોર…
પણ સૌથી ગમે તું, તું, તું…
મને ગમે છે ભીની માટી, ગમે ગરબાની રાત,
મને ગમે છે પાદર બેસી માડીની સાથે વાત;
મને ગમે છે ઝરમર ઝરમર, ગમે ટહુકતો મોર…
પણ સૌથી ગમે તું, તું, તું…
પરાગ કહે: આ યાદી લાંબી, ક્યાંય ના એનો અંત,
પણ એક નામ લખ્યું છે છેલ્લે, એ જ મારો વસંત;
બધું ગમે છે, કારણ એમાં તારો છે કલશોર…
હા, સૌથી ગમે તું, તું, તું…
– પરાગ રતનપરા