← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મજૂરની દુઆ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હથેળી હતી, કે બળેલી દુઆ,
ઘરો કેટલાંમાં ચણેલી દુઆ.

ન માળા, ન મસ્જિદ, ન મંદિર ગયો,
પસીને જ એની ઢળેલી દુઆ.

બપોરે ખુલે ભાતનું પોટલું,
ભલે રોટલો છે, રળેલી દુઆ.

ગયો માંચડેથી ગબડતો, અને
ખુદાને ય ત્યારે મળેલી દુઆ.

પરાગે લખી છે ગઝલ જે અહીં,
તમારે જ હાથે વણેલી દુઆ.

– પરાગ રતનપરા

#ગઝલ #મજૂર #પરસેવો #શ્રમ #ઇબાદત #પરાગરતનપરા
#GujaratiGhazal #Labourer #DignityOfLabour #Sweat #WorkIsWorship #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતમાશબીનઆગલો લેખ →સંયોગ