← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મજૂરણનું હાલરડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાલ્ય હાલ્ય મારા લાલ, તારી મા તો માથે ઈંટ ઉપાડે,
બાંધેલ ઝોળી ઝાડની ડાળે, પવન તને રમાડે.

ઊંચા ઊંચા ટાવર બાંધું, આપણું ઘર ન ક્યાંય,
ઝાડ નીચે ઝોળી ઝૂલે, એ જ આપણી છાંય;
સાંજે આવી છાતીએ ચાંપું, કોઈ ન આવે આડે…
હાલ્ય હાલ્ય…

ભૂખ લાગે તો આંગળી ચૂસજે, રડતો ના, મારા વ્હાલા,
રોટલો સાંજે મળશે, ત્યાં લગ પી સપનાંના પ્યાલા;
રડશે તો મુકાદમ બોલશે, પાછો કાઢશે વાડે…
હાલ્ય હાલ્ય…

પરાગ કહે: આ ઊંચા મહેલો કોના પરસેવે ઊભા?
ઝોળીવાળો કાલે પૂછશે, ત્યારે બોલશો શું, સૂબા?
એ દિવસે આ શહેર બધાનું શરમે મોઢું સંતાડે…
હાલ્ય હાલ્ય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનથી પૂછ્યુંઆગલો લેખ →વરસાદમાં