← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મજામાં છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ને હાલ હો ભૂંડા, હસી બોલું: ‘મજામાં છું’,
ઉદાસીની કદી ના પોટલી ખોલું, મજામાં છું.

પગારે ના પડે પૂરું, ઉધારે ચાલતું સઘળું,
ઉધારીના હિસાબે રોજ હું તોલું, મજામાં છું.

નવી ફેશન, નવી પત્ની, નવા નિયમો રસોડાના,
સવારે શાકભાજી રોજ હું છોલું, મજામાં છું.

દવાઓ ચાર ટંકે, ને સુગરની સાથ પ્રેશર પણ,
ઘડી ઝોકું, ઘડી ચક્કર, ઘડી ડોલું, મજામાં છું.

‘પરાગે’ મ્હેક વેચી ના, થયો ના શેઠ, પણ ચાલે,
છતાં ભીતર હજી બાળક સમું ભોળું, મજામાં છું.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #મજામાંછું #મધ્યમવર્ગ #જીવનનોવ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #IAmFine #MiddleClassLife #SmilingThroughPain #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસન્નાટોઆગલો લેખ →ગુસ્સો હતો