← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીનાં માનવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે તો માટીનાં માનવી રે, ભીના ભીના લોક,
હસીએ તો ખેતર લહેરાય, રડીએ તો સૂનો ચોક.

કોઈ આવે તો પાણી પહેલાં, પછી પૂછીએ નામ,
ભૂખ્યો જાય ન આંગણેથી, એ જ અમારું કામ;
હૈયે હેત ભર્યું છે ભારોભાર, ભલે ખિસ્સે ન રોક…
અમે તો માટીનાં માનવી રે…

શહેરી બોલ્યા: ‘ભોળા છો, તમને સૌ છેતરી જાય,’
અમે હસ્યા: ‘છેતરનારો પણ પેટ ભરીને જાય’;
ભોળપણે અમે જીત્યા, એનો ક્યાંય નથી કૈં શોક…
અમે તો માટીનાં માનવી રે…

પરાગ કહે: આ માટીમાં તો લાગણીઓ ઊગે,
કાંટાળી વાડે ય અહીં તો ગુલાબ થઈને ઝૂકે;
દુનિયા ભલે ને હસે, અમે ના બદલીએ આ ઝોક…
અમે તો માટીનાં માનવી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખન વરસેઆગલો લેખ →હલેસાં