← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીના ગણપતિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માટીના ગણપતિ લાવો રે, ભાઈ, માટીના ગણપતિ લાવો,
દુંદાળા દેવને નદીએ વળાવો, તો નદીને પણ હરખાવો.

પીઓપીના રંગીન દેવા ભલે ઝગમગ ઝળહળ થાય,
વિસર્જન પછી કાંઠે પડ્યા, ને માછલાં ગૂંગળાય;
જે દેવે આપ્યાં જળ-ધરતી, એને ઝેર ન પાઓ…
માટીના ગણપતિ…

ખેતરની માટી, હળદરનો રંગ, ને ફૂલની માળા,
ઘરઆંગણે ડોલમાં જ વળાવો, થાશે સૌ સુખાળા;
પછી એ માટી કૂંડે નાખી તુલસી એક ઉગાડો…
માટીના ગણપતિ…

પરાગ કહે: પંચતત્ત્વના દેહમાં માટી મુખ્ય ભાઈ,
માટીનો દેવ માટીમાં ભળે, એમાં જ છે વડાઈ;
આવતે વરસે વહેલા આવજો, એવું ગાતાં ગાતાં,
ધરતીમાનો ખોળો પણ જરા લીલો રાખતાં જાઓ…
માટીના ગણપતિ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખત્યાં ગઝલઆગલો લેખ →તું જ તારી ઢાલ