← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માસ્તરની સવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘંટ વાગ્યો નિશાળે, ને માસ્તર ઊભા દ્વાર,
ઊંઘરેટાં છોકરાં આવ્યાં, પીઠે દફતર-ભાર.

કોઈ ભૂલ્યું ગૃહકાર્ય, તો કોઈ ભૂલ્યું પાટી,
કોઈ કહે: ‘સાહેબ, નોટ મારી ગાય ગઈ છે ચાટી!’
માસ્તર મૂછમાં મલકી બોલ્યા: ‘લખો પાઠ બે વાર’…
ઘંટ વાગ્યો નિશાળે…

બારી બહાર પતંગિયું ઊડે, કોયલ ટહુકે ડાળે,
છોકરાંનાં મન ત્યાં દોડે, કોણ ઘડિયા પાળે?
માસ્તરનું મન પણ ઊડ્યું, પોતાના બચપણ પાર…
ઘંટ વાગ્યો નિશાળે…

પરાગ કહે: આ નિશાળ નથી કેવળ ચાર ભીંતોની,
સાચી શાળા તો છે ધરતી, પંખી, ફૂલ ને રોટીની;
જે શીખવે જીવતાં, એ જ સાચો ગુરુ, એ જ સંસાર…
ઘંટ વાગ્યો નિશાળે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમાનું છુંઆગલો લેખ →સમય