મારી સાઇકલ
ટન ટન ઘંટી વગાડતી, મારી સાઇકલ ચાલી,
ગલીએ ગલીએ દોડે, જાણે પવનની વહાલી.
આગળ બેઠી ઢીંગલી, ને પાછળ બેઠો ટીનુ,
ખાડો આવે, ઊછળે સૌ, ને ખડખડ હસતી મીનુ;
ગાય કહે: ‘ભઈ, ધીમે ચલાવ! હું ઊભી અહીં ખાલી!’
ટન ટન ઘંટી વગાડતી…
બજારે જઈ લાવું ચોકલેટ, ફુગ્ગા, ને પીપૂડી,
બા પૂછે: ‘શાક ક્યાં?’ હું કહું: ‘બા, સાઇકલ ઊડી!’
પાછો વળું ત્યાં સૂરજદાદા મૂકે સાંજની લાલી…
ટન ટન ઘંટી વગાડતી…
પરાગ કહે: આ સાઇકલ નહીં, બાળપણની પાંખ,
મોટા થઈને મોટર લીધી, પણ ભીની થઈ આંખ;
કોઈ પાછી આપો મને એ ઘંટી, એ જ ગલી ખાલી…
ટન ટન ઘંટી વગાડતી…
– પરાગ રતનપરા