માનું છું
ન પથ્થરને, ન મૂરતને, હૃદયને અસલ માનું છું,
દુખીનાં આંસુ જે લૂછે, હથેળી ગઝલ માનું છું.
ઉગાડે અન્ન જે ખેડૂ, પસીનાના પરિશ્રમથી,
તમે જેને કહો છો અન્ન, હું શ્રમ-ફસલ માનું છું.
હજારો ગ્રંથ વાંચ્યા છે, હજારો શ્લોક ગાયા છે,
છતાં બસ એક સેવાને ખરો એ અમલ માનું છું.
બધા ફોટે હસે ખડખડ, બધા સ્ટેટસ મહીં રાજી,
ખરું તો એ જ કે હું એ બધાને નકલ માનું છું.
પરાગે ના કદી માંગ્યું, ન મંદિરમાં, ન તીરથમાં,
નિખાલસ પ્રેમની ખુશ્બૂ, સદા એ અટલ માનું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #માનવતા #શ્રદ્ધા #સેવા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humanity #Belief #Service #Love #ParagRatanpara