← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માની પટારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માની પટારીમાં સામાન ઘણો, પણ ખોલું તો નીકળે ખાલી,
એક ખૂણે બેઠાં સંભારણાં, ને એક ખૂણે એની વાલી.

પહેલે ખાને પાનેતર રાતું, જેમાં ઝાંખાં પડ્યાં જરીનાં ફૂલ,
બીજે ખાને મારાં ઝબલાં, ને પહેલા દાંતનું એક ઝીણું ત્રિશૂલ;
ત્રીજે ખાને બાપુના પત્રો, જે વાંચીને મા થાતી લાલી.
માની પટારીમાં સામાન ઘણો…

તળિયે મૂકી'તી એક પોટલી, એમાં રૂપિયા પાંચસો ને સાત,
ચિઠ્ઠીમાં લખ્યું'તું ધ્રૂજતે હાથે, ‘દીકરા, ભૂખ્યો ન સૂજે રાત’;
મેં તો કમાયા લાખો રૂપિયા, પણ આ પાંચસો સાતે ઝાલી.
માની પટારીમાં સામાન ઘણો…

પટારી બંધ કરું તો એમાંથી ધૂપ ને કપૂરની મ્હેક ઊડે,
પરાગ કહે, એ મ્હેક નથી, એ તો માનું હૈયું ઘરમાં ઘૂમે;
દુનિયાની તિજોરી ભલે રહે, મારે તો આ પટારી વહાલી.
માની પટારીમાં સામાન ઘણો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપાંપણેઆગલો લેખ →વૉટ્સઍપનું ગુજરાતી