← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માણસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઈશ્વરે માણસ બનાવ્યો, પ્રેમની દઈ લાગણી,
માણસે ઘડ્યા ખુદા ને ભીંત ધર્મોની ચણી;
એ ખુદાના નામ પર છે રક્તમાં ડૂબ્યું જગત,
ઈશ ઊભો હાથ જોડી, શાંતિની લઈ માગણી.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખરણ મહીંઆગલો લેખ →સાત સૂર