માળી હશે
રણ મહીં ફૂલો ઉગાડે, બાગનો માળી હશે,
પથ્થરે જે સૂર ફૂંકે, રાગનો માળી હશે.
રાખમાંથી જે ફરી ઊગી શકે, એ માનવી
તાપમાં તપતો છતાં, એ આગનો માળી હશે.
ખાખરાની ડાળ પર જે રંગ ઢોળે છે સદા,
રંગ-પિચકારી ભરીને ફાગનો માળી હશે.
સૌ ત્યજીને જે વને ચાલ્યો, ન પાછું જોઈને,
પાનખરમાં ખેરવે, વૈરાગનો માળી હશે.
ફૂલ ખીલે ને ખરે, ને મ્હેક ઊડે, ઓ ‘પરાગ’,
એક તો સૌના નસીબે, ભાગનો માળી હશે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વર #સર્જનહાર #પ્રકૃતિ #ફાગણ #પરાગરતનપરા
#GujaratiGhazal #DivineGardener #Creator #NatureSpirit #SpringColours #ParagRatanpara