માડીનો ગરબો
માડી, તારે ગરબે ઝબૂકે સો સો દીવા રે,
માડી, તારે ગરબે ઘૂમે જીવ ને શિવા રે.
પાવાગઢથી ઊતર્યાં માડી ચોકે ચોકે રમવા,
લાલ ચૂંદડી, કંકુ ચાંદલો, ભક્તોનાં દુઃખ દમવા;
ભક્તો આવ્યા અમરત તારું ભરી ભરીને પીવા રે.
માડી, તારે ગરબે…
કોઈ માગે ધન ને દોલત, કોઈ માગે દીકરો,
ગરીબ ડોશી માગે: ‘માડી, બસ એક ટંક રોટલો;’
માડી હસીને સૌની ઝોળી ભરે, ને ફાટી સીવા રે.
માડી, તારે ગરબે…
પરાગ કહે: આ ગરબો તો છે છેદ ભરેલી કાયા,
અંદર જ્યોત ઝળહળે તો, બહાર ઝરે છે માયા;
માડી, મારા મનના ગરબે પ્રગટ તું થઈ દીવા રે.
માડી, તારે ગરબે ઝબૂકે સો સો દીવા રે…
– પરાગ રતનપરા