← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા, તું ગઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા, તું ગઈ ને ઘરનું અજવાળું ગયું,
કોણ પૂછે હવે: ‘દીકરા, જમ્યો કે નહીં? શું થયું?’

ખીંટીએ ટાંગ્યો તારો સાડલો, હજી એમાં તારી ગંધ,
ઓઢી લઉં તો લાગે, જાણે ખોળો તારો અકબંધ;
રસોડે જાઉં, વાસણ ખખડે, જાણે તું પૂછે: ‘શું થયું?’
મા, તું ગઈ ને…

તાવ આવે તો કોઈ ન મૂકે માથે ભીનું પોતું,
નોકરી, પત્ની, બાળક સૌ છે, તો યે ભીતર ખોટું;
તારા વિના આ ઘર મારું, મા, ભાડાનું થયું…
મા, તું ગઈ ને…

પરાગ કહે: મા ક્યાં જાતી? એ તો ભીતર વસતી,
મારી દીકરી ઢીંગલી સુવાડે, તો મા એમાં હસતી;
પેઢી પેઢી વહેતું રહે એ, વહાલ કદી ન ગયું…
મા, તું ગઈ ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતિરાડમાંઆગલો લેખ →નાનો નથી