← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા, મને કક્કો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા, મને પાટી પર નહીં, તારી હથેળીમાં ઘૂંટાવ,
અક્ષર અક્ષર તારો ઝીણો લહેકો મને શીખવાડ.

‘ક’ કબૂતરનો, પણ મારે તો ‘ક’ તારા કંગનનો,
‘ખ’ ખટારો, પણ મારે તો ‘ખ’ ખોળો તારા મનનો;
‘ગ’ ગણપતિ, ને ‘ઘ’ ઘરનો ખૂણો જ્યાં તું ગાય હાલરડાં લાડ…
મા, મને પાટી પર નહીં…

‘મ’ મકાન તો સૌ શીખે, હું ‘મ’ માડી શીખું,
‘ર’ રમકડું, પણ હું તો ‘ર’ તારી રોટલી પર લખું;
‘ભ’ ભણતર, ‘ભ’ ભૂખ, ને ‘ભ’ તારી ભાવની ઝાડ…
મા, મને પાટી પર નહીં…

પરાગ કહે: હવે મોટો થયો, ભણ્યો ઘણી ભાષા,
અંગ્રેજીમાં સપનાં જોઉં, પણ ગુજરાતી આશા;
ઠેસ વાગે ત્યારે મોઢે ‘મા’ જ નીકળે, એ જ કક્કાનો પહાડ…
મા, મને પાટી પર નહીં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપાયો હતોઆગલો લેખ →ચૈતરનો મેળો