લોન પર
ઘર ઉધારે, ફોન હપ્તે, ને ય ગાડી લોન પર,
ગામ આખું વાહ બોલે, બાપ-વાડી લોન પર.
ફોન પર મીઠું કહે: ‘લઈ લો તમે, સસ્તી પડે’,
આજ તો હપ્તા વચે બસ શ્વાસ-નાડી લોન પર.
આ દિવાળીએ નવાં ઘરમાં ઝબૂકે રોશની,
ને ઝગારા મારતી આ ‘સિલ્ક’ સાડી લોન પર.
ગામ આખું ખૂબ જમ્યું, વાહ બોલ્યું જોરથી,
કોઈ ના જાણે, વળાવી કેમ લાડી લોન પર.
આ પરાગે બેંકમાં ખાતું ય ખોલાવ્યું નથી,
ને ગઝલની ઊગતી ના એક ઝાડી લોન પર.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #લોન #હપ્તા #દેખાદેખી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #LifeOnLoan #EMI #ShowOff #ParagRatanpara