← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લિંક છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

‘લોટરી લાગી તમોને!’ — આ ઇનામી લિંક છે,
‘ક્લિક’ કરો, ને બૅંક ખાલી! આ હરામી લિંક છે.

ફોન આવ્યો: ‘આપનું ખાતું હવે તો બંધ છે’,
‘ખોલવું હો તો દબાવો’ — એ નનામી લિંક છે.

‘ઘેર બેઠાં લાખ ડૉલર રોજના, બસ ક્લિક કરો’,
ત્યાં પછી તો સાત ભવની એ ગુલામી લિંક છે.

ગામડેથી બાપુ ભોળા, જ્યાં દબાવી ‘હા’, અને
પેન્શનો ઊડ્યાં બધાં, આ તો સુનામી લિંક છે.

આ ‘પરાગે’ શીખ આપી: લોભ છોડો, તો બચો,
લાલચોને દૂરથી દેજો સલામી, લિંક છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ઓનલાઈનછેતરપિંડી #સાયબરફ્રોડ #લાલચ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CyberFraud #OnlineScams #BewareOfGreed #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખચૂપ છુંઆગલો લેખ →છૂટા શેર ૪૨૬૬–૪૩૪૫