← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લેખની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ પૂછે છે મને આ લેખની: શું હું લખું?
ચાંદ, તારા, ઝાકળો, ને ફૂલનું ગાણું લખું?
ત્યાં પડોશે એક ભૂખી છોકરી ડોકાઈ ગઈ,
ને થયું: એના નસીબે એક રોટી તો લખું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમારો મતઆગલો લેખ →આ વખત