← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લીલું પાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લીલું પાન જોયું ને તમે સાંભર્યાં રે લોલ,
જાણે સૂકી ડાળે પહેલાં ટીપાં ઝર્યાં રે લોલ.

આંગણે આસોપાલવ ઝૂલે, ઝૂલે મારું મન,
પાંદડે પાંદડે લખ્યું જાણે તમારું વચન;
પવન આવ્યો ને પાનાં આખાં ફર્યાં રે લોલ…
લીલું પાન…

કૂંપળ ફૂટી, ને મેં પૂછ્યું: ‘કોને જોઈ હરખી?’
કૂંપળ બોલી: ‘તારી આંખે જોઈ એ જ મલકી;’
લાજ્યાં અમે ને ગાલે રંગ ચડ્યા રે લોલ…
લીલું પાન…

પરાગ કહે: આ લીલાશ તો પ્રીતની છે નિશાની,
પાનખરે પણ મૂળ રાખે ભીની એ કહાની;
તમે આવો તો વગડે ફાગણ ફર્યા રે લોલ…
લીલું પાન…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથઈ ગયુંઆગલો લેખ →હતી