← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લક્ષ્મી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નોટથી ખિસ્સું ભરાયું, મન છતાં ખાલી હતું,
ઝૂંપડીમાં એક દીવો, તોય ઘર ઝળહળ થતું;
જે ગણે છે એ જ ખૂટે, જે વહેંચે તે વધે,
આ ગણિત શેઠે ન જાણ્યું, બાળ પણ સમજી જતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાસણઆગલો લેખ →ખરેલું પાન