← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લખ્યું નહિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને કાગળ ભરીને મેં, લખી સૌ, નામ લખ્યું નહિ,
હવા, ઝરમર, ગલી, શેરી, બધું, બસ ગામ લખ્યું નહિ.

અહીં સઘળું મજામાં છે, મળે છે ખૂબ પૈસો પણ,
બધું લખતો ગયો, પણ ક્યાંય મેં આરામ લખ્યું નહિ.

હતા સૌના ખબર-અંતર, હતી ચિંતા ય ખેતરની,
મને જે રોગ છે, એની દવાના દામ લખ્યું નહિ.

નદીને, ઝાડને, ઘરને, ગલીને, ગાયને પણ મેં
લખી’તી યાદ સૌની, પણ સ્વયંનું ઠામ લખ્યું નહિ.

પરાગે છેવટે કાગળ પઠાવ્યો ગોકુળે, તોયે
લખી પીડા વિરહની સૌ, છતાં મેં શ્યામ લખ્યું નહિ.

– પરાગ રતનપરા

#ગઝલ #કાગળ #પત્ર #ઝુરાપો #અકથ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Letter #Homesickness #Unsaid #Diaspora #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકબીરો હસેઆગલો લેખ →તારી જગા