← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાજ ઊડી ગઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાજ ઊડી ગઈ મારી, સૈયર, પાંખો પહેરી પંખી,
એણે ઘૂંઘટ ઊંચો કીધો, ને મેં આંખો મીંચી ઢંકી.

દીવો ધ્રૂજ્યો, ઓરડો ધ્રૂજ્યો, ધ્રૂજી મારી કાયા,
હાથ ગયા ત્યાં ઝાંઝર બોલ્યાં, ભેદ બધા કહેવાયા;
શરમ કહે: ‘હું જાઉં છું, બેની!’ — ગઈ બારીએથી સરકી…
લાજ ઊડી ગઈ…

ચાંદો જોતો બારીમાંથી, પવન ઝરૂખે ઊભો,
મેં તો ચાદર ખેંચી માથે, તોય ન છૂપ્યો દીવો;
એના શ્વાસે મારા શ્વાસે ગાંઠ પડી એક વંકી…
લાજ ઊડી ગઈ…

પરાગ કહે: આ લાજ ગઈ તો આવ્યું એક અજવાળું,
ફૂલ ખીલે તો પાંખડી ખૂલે, એમાં શું શરમાળું?
પ્રીત પૂરી થઈ ગઈ ત્યારે, વાત રહી ના અટકી…
લાજ ઊડી ગઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમેહુલો મારો વીરઆગલો લેખ →છૂટા શેર ૯૬૬૬–૯૬૯૦