લાગતું
આંગણું ત્યારે પરાયું, ઘર ન મારું લાગતું,
મા વગરનું આ રસોડું ક્યાંય પ્યારું લાગતું?
રોટલી નકશા સમી, ને દાળમાં મીઠું ઘણું,
આંસુ ભળતાં ત્યાં બધું ભોજન ય ખારું લાગતું.
એક સાંજે મોગરાનો હાર લાવ્યા, ને પછી
મ્હેકતું થ્યું આંગણું, ને સૌ ય ન્યારું લાગતું.
સાંજના તુલસી કને દીવો કરીને, ઓ સખી,
ઘર બધું, સાજન, પછી મારું-તમારું લાગતું.
છોડ ઊગે એક ક્યારે, ફૂલ બીજે, ઓ પરાગ,
તોય બંને ક્યારડાંને એ જ સારું લાગતું.
– પરાગ રતનપરા
#ગઝલ #નવવધૂ #સાસરું #ઘર #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #NewBride #MakingAHome #Belonging #MarriedLife #ParagRatanpara