← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાંથી હશે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર્દ જો ના હોય તો આ શાયરી ક્યાંથી હશે?
વાંસ જો વીંધાય ના, તો બંસરી ક્યાંથી હશે?

ભૂખ જો ના હોય તો ઓ શેઠ, પૂછું આપને,
આપના દરબારમાં આ ચાકરી ક્યાંથી હશે?

ગામનો કૂવો જ ખાલી થાય તો બોલો મને,
શીશ પર છલકાઈ જાતી ગાગરી ક્યાંથી હશે?

જો ન ઠોકર વાગશે તો રાધિકાના પગ મહીં
રણઝણાટી નાચતી આ ઝાંઝરી ક્યાંથી હશે?

જો વિરહની વેદના ના હોય તો બોલો, ‘પરાગ’,
આ મિલનની રાત આવી માધુરી ક્યાંથી હશે?

– પરાગ રતનપરા

#ગઝલ #દર્દ #વેદના #વિરહ #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #PainAndPoetry #Longing #Separation #Union #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસફળઆગલો લેખ →આભાર