કોરે મને
રોજ રાતે એક પીડા, ત્યાં ફરી કોરે મને,
ના કશું કારણ, છતાં એ તો ખરી કોરે મને.
દીવડો ઓલાઈ ગ્યો, ને રાખ પણ ઠંડી પડી,
તોય ભીતર જે બળે છે, ના ઠરી, કોરે મને.
ઊંઘમાં આવી હસે જે, કોણ છે? જાણું નહીં,
આંસુ થઈ એ પાંપણે આવી તરી કોરે મને.
કાચની ઘડિયાળ, એમાં રેત ઓછી થાય છે,
કણ કણે જે જાય છે, એ પણ સરી કોરે મને.
આ ‘પરાગે’ ફૂલ ઝીલ્યું, મ્હેક ઝીલી, તોય પણ
એક કાંટો ભીતરે, ડંખે ભરી કોરે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #વેદના #અકળપીડા #એકાંત #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #UnexplainedPain #InnerAche #Solitude #Time #ParagRatanpara