← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૂવાને થાળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૂવાના થાળે બેઠી હું તો કૂવાની જેમ ઊંડી,
સિંચું સિંચું તો ય ઠાલી આવે મારી કૂંડી.

ગામને પાદર ગાડું ગયું ને ધૂળ ગઈ આકાશે,
ત્યારની આંખ્યું ઝાંપે બેઠી, કોણ હવે આવાશે?
ઢોલિયો સૂનો, ઓરડો સૂનો, સૂની મારી ચૂંદડી રૂડી…
કૂવાના થાળે…

ચૂલે રોટલો બળતો રહે ને મનડું ક્યાંક દોડે,
હાથની મેંદી ઝાંખી પડી, સાંજનો દીવો પોઢે;
પારેવાં ચણ ચણતાં નહીં, જાણે એમને પણ ખૂંદી…
કૂવાના થાળે…

પરાગ કહે: આ ઝુરાપાનો કોઈ ન મળે ઉપાય,
ખાલી ઘડો તો ભરાય, પણ ખાલી મન ન ભરાય;
ઓલ્યો આવે તો જ ભરાશે, બાકી સૌ વાત જૂઠી…
કૂવાના થાળે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆગની કેડીઆગલો લેખ →શક્ય છે