← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૂકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ સૂરજને જગાડે એ પહેલો કૂકડો,
છાપરે બેસી ટહુકતો, મસ્ત ઘેલો કૂકડો;
ફોનનું ઍલાર્મ ગાજે, ‘સ્નૂઝ’ દાબે સૌ હવે,
ને ગલીના પાંજરે ઝૂરે જ છેલ્લો કૂકડો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવૃદ્ધાશ્રમનું આલ્બમઆગલો લેખ →રંગ દે