← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોણ મોટું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણ મોટું? આભ બોલ્યું: ‘હું, ન મારું માપ છે’,
સિંધુ ગાજ્યો: ‘ઊંડપે મારી અમાપી છાપ છે’;
ગોદમાં માની જ બાળક ઊંઘતું જોયું, અને
આભ-સાગર બેઉ ઝૂક્યા: ‘આ જ સાચો વ્યાપ છે’.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘડપણમાંઆગલો લેખ →વેલ