← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિનારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને બીક લાગે, ભમું છું કિનારે,
સદા છીપલાંથી રમું છું કિનારે.

ગયાં દૂર દરિયે જહાજો સજીને,
સલામી ભરી હું નમું છું કિનારે.

કદી હુંય મોજું બની ઊછળું છું,
પછી ફીણ થઈને શમું છું કિનારે.

ખડક જેમ ઝીલું સમયની થપાટો,
હસીને બધું એ ખમું છું કિનારે.

પરાગે કદી મધ્યદરિયો ન જોયો,
છતાં હું મને બહુ ગમું છું કિનારે.

– પરાગ રતનપરા

#ગઝલ #કિનારો #દરિયો #સ્વભાવ #સ્વીકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Shore #Sea #SelfAcceptance #QuietLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખથાકનું ગીતઆગલો લેખ →વારતા