← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુદા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો મંદિરે? ના, કિનારે ખુદા,
ખલાસી બની નિત ઉગારે ખુદા.

રડે બાળ ભૂખ્યું ગલીમાં, અને
ધરી રોટલી, ત્યાં પધારે ખુદા.

કહે મા કશું ના, નયન બોલતાં,
હતો એ જ નેણે ઇશારે ખુદા.

લડે ધર્મ માટે અહીં લોક સૌ,
અને દૂર બેઠો વિચારે ખુદા.

અઝાનો અને ઘંટ, બંને મળી,
બધા એક સૂરે પુકારે ખુદા.

પરાગે બધે શોધ કીધી ઘણી,
હતા ફૂલની મ્હેક-ધારે ખુદા.

– પરાગ રતનપરા

#ગઝલ #ખુદા #ઈશ્વર #શ્રદ્ધા #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #GodIsEverywhere #Faith #Humanity #Harmony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાછલીઘરઆગલો લેખ →જન્માષ્ટમી