← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખોવાયો ત્યાં જડ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો ખોવાયો’તો મેળામાં, ને જડ્યો એકલતાને ઘાટ,
ભીડમાં શોધ્યો જાતને, ને મળ્યો મૌનની વાટ.

નામ, પદવી, ઘર ને ગાડી, ગણતો રહ્યો હું મારાં,
અરીસે પૂછ્યું ‘કોણ તું?’, તો ઊભાં’તાં સૌ પરાયાં;
ઉતાર્યા સૌ વેશ, ત્યાં ખૂલ્યું ભીતરનું કપાટ…
હું તો ખોવાયો’તો મેળામાં…

નદી કિનારે બેઠો એક દી’, ને પાણીમાં જોયું,
વહેતા જળમાં મારું મુખડું, મેં હસીને ધોયું;
જળ જેવો થઈ વહ્યો, ને ઓગળ્યો સઘળો ઉચાટ…
હું તો ખોવાયો’તો મેળામાં…

પરાગ કહે: ફૂલ શોધે ખુશ્બૂ, બાગ બધે ભટકીને,
અંતે જાણે, ખુશ્બૂ પોતે, ઊભું ડાળે ટકીને;
હું જ હતો જે ખોવાયો, ને હું જ જડ્યો એ ઘાટ…
હું તો ખોવાયો’તો મેળામાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરાખ માઆગલો લેખ →મર્યા પછી