ખૂલશે
આજ નહિ તો કાલ, એની બંધ બારી ખૂલશે,
ને ગુલાબી ઓઢણી ઓઢી અટારી ખૂલશે.
બીજ દાટ્યું છે ધરામાં, રાખ ધીરજ, ઓ મના,
કાલ કૂંપળ ફૂટશે, ને રંગ-ક્યારી ખૂલશે.
રાત અંધારી ભલે, ને ચાંદ પણ રૂઠ્યો ભલે,
પૂર્વમાં સૂરજ તણી ઝળહળ સવારી ખૂલશે.
તાવથી તપતા પિતાજી, ઊંઘ ના આવે જરા,
મા કહે છે: ‘કાલ ઊઠી, આ પથારી ખૂલશે.’
આ પરાગે ગંધની ઝોળી ભરી રાખી હજી,
ક્યાંક તો માળી તણી કો એક ઝારી ખૂલશે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પ્રતીક્ષા #શ્રદ્ધા #નવીસવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Waiting #Faith #NewDawn #ParagRatanpara