← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખભે લે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રજા નામે ગધેડો છે, સદા ભારા ખભે લે છે,
ઉમેરો નિત્ય ટૅક્સોનો, નવા ધારા ખભે લે છે.

સભાઓમાં બધે બેસે, વધાવે, ને પછી ભૂખ્યા
ધજા-ઝંડા, બધાં સૂત્રો, ઘણા નારા ખભે લે છે.

ગલીમાં વીજળી ક્યાં? ને ઘરે ખાવા ય ક્યાં પૂરું?
ભણે છે દીવડે છોરો, સપન-તારા ખભે લે છે.

સવારે બેડલાં માથે, બપોરે ખેત ને ઢોરાં,
ઢળે સાંજે, ઘરે આવી, ફરી વારા ખભે લે છે.

ગધેડો ચોકમાં બોલ્યો: ‘અમે તો ઘાસ ચાવીએ,’
‘પરાગે’ ત્યાં હસી જોયું, વિના ચારા ખભે લે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #આમઆદમી #કરવેરો #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CommonMan #TaxBurden #Resilience #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખદીવાલઆગલો લેખ →લાગણી