ખભે
હતો બાળ, ઝૂલ્યો સહારે ખભે,
જુવાની, નવું ઘર, ઉધારે ખભે.
પિતા જ્યાં ગયા, ભાર આવ્યો બધો,
હતાં મા, બહેનો, બિચારે ખભે.
હવે દીકરો થઈ ગયો છે જુવાન,
હવે ભાર મારો ઉતારે ખભે.
ઉપાડી મને ચાર જણ ચાલિયા,
ગયો હું નદીના કિનારે ખભે.
પરાગે, બધું રાખ થઈ જાય પણ,
ઉડે ગંધ, બેસી સવારે ખભે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખભો #જીવનયાત્રા #જવાબદારી #અંતિમયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #Shoulders #LifeJourney #Responsibility #LastJourney #ParagRatanpara