ખાડા
ખાડે ખાડે સડક અમારી, ભાઈ, ખાડે ખાડે સડક,
પ્રજાસત્તાકના રથને વાગે ડગલે પગલે ધડક!
ચૂંટણી આવે તો ડામર આવે, ભેગા આવે નેતા,
ફોટો પડાવી, નાળિયેર ફોડી, પાછા ઘેર વળેતા;
પહેલા વરસાદે ડામર તણાય, ખાડા રહે અડીખમ, કડક…
ખાડે ખાડે…
સાઇકલવાળો પડે, સ્કૂટરવાળો પડે, પડે ઍમ્બ્યુલન્સ,
ખાડામાં માછલાં ઊછરે, ને દેડકાં કરે ડાન્સ;
ટેન્ડર પાસ થાય ફાઇલમાં, સડક રહે બસ ભડક…
ખાડે ખાડે…
પરાગ કહે: આ ખાડા નથી, આ તો લોકશાહીનું દર્પણ,
જેટલા ઊંડા ખાડા, એટલું ઊંડું કોઈનું અર્પણ!
તોય છવ્વીસમીએ ગાઈએ ગૌરવ, ઝંડો ઝૂલે ફરફર…
ખાડે ખાડે…
– પરાગ રતનપરા